મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતા ચાર શખ્સો ૧૩,૬૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીમાં જુગાર રમતા ચાર શખ્સો ૧૩,૬૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કબીર ટેકરી શેરી નંબર-૨ ના ચોકમાં જુગાર રમતા હાજીભાઈ મુસાભાઇ કુરેશી (૩૦), ફારુકભાઈ તૈયબભાઈ ચાનિયા (૩૮), કાસમભાઈ હાજીભાઈ કુરેશી (૩૩) અને જુનેદભાઈ હુસેનભાઇ કુરેશી (૨૫) રહે. બધા કબીર ટેકરી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૩,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુગારી પકડાયા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ અનિલ સિરામિક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત બી ડિવિઝન પોલીસ ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર સંજયભાઈ જગમલભાઈ સરવાળિયા (૨૮) અને રોહિતભાઈ ભાવેશભાઈ ડાભી (૧૯) બંને શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૪૦ રૂપિયાની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News