મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડી પાસે પગપાળા જતા યુવાનને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટ લેતા ત્રણ યુવાન સારવારમાં


SHARE









મોરબીની પંચાસર ચોકડી પાસે પગપાળા જતા યુવાનને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટ લેતા ત્રણ યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ પંચાસર ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસેથી પગપાળા જતા યુવાનને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવાનોને ઇજા પહોંચતા ત્રણેયને સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ કીર્તિ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા જઇ રહેલા રાજેશ હરિભાઈ કનજારિયા (ઉમર ૧૮) રહે.હદાણીની વાડી કંડલા બાયપાસ વાળાને ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા મિલન રમણીકભાઇ કનજારિયા (ઉમર ૧૮) રહે.ગણેશનગર વાવડી રોડ અને તેની પાછળ બેઠેલા હાર્દિક પ્રફુલભાઇ કનજારિયા (ઉમર ૧૮) રહે.ગણેશનગર વાવડીરોડ એ હડફેટે લેતા ત્રણેય યુવાનોને ઇજા પહોંચી હતી હાલ રાજેશ કનજારિયાને મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે મિલન કંજારિયા અને હાર્દિક કંજારીયાને આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મોન્ટુ વિક્રમભાઈ સોલંકી નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે ફીનાઇલ પી ગયો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે પેટમાં દુખાવો રહેતો હોય અને ટેન્શન રહેતું હોય તથા બીમારીથી કંટાળી ગયો હોય મોન્ટુએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું આ બનાવ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન ઉપર હુમલો

મોરબીના જુના બસ સ્ટેશન પાસે વસીમ ઈકબાલ કુરેશી (ઉમર ૨૮) રહે. જામનગર ઉપર હુમલો કરવામાં આવતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝનના ઇન્વે.અધિકારી વિપુલ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે વસીમભાઈને તેમના પત્ની સાથે કેસ ચાલુ હોય અને તે સબબ તેઓ મોરબી આવ્યા હતા દરમિયાનમાં જુના બસ સ્ટેશન પાસે તેઓના સાળા દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.






Latest News