મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈકના વ્હીલમાં પગ ઘૂસી જતાં ઇજા પામેલ મહિલા સારવારમાં ખસેડાઇ


SHARE











મોરબીમાં બાઈકના વ્હીલમાં પગ ઘૂસી જતાં ઇજા પામેલ મહિલા સારવારમાં ખસેડાઇ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં બાઈકમાં બેસીને જતી મહિલાનો પગ બાઇકમાં આવી ગયો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસ્તારમાં આવેલ કૂલીનગરમાં રહેતા જસવંતીબેન ચકાભાઇ મકવાણા (૪૭) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જીલાની પાન પાસેની શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેનો પગ અકસ્માતે બાઈકના વ્હીલમાં આવી ગયો હતો જેથી કરીને તેના પગમાં ઈજા થઈ હોવાથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે આ મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

એસિડ પી ગયો

મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ ભીમસરમાં રહેતા દેવજીભાઈ ઠાકરશીભાઈ (૩૦) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઇકો ગાડીના ચાલકે મોરબીના લાતી પ્લોટ વિસ્તાર પાસે આવેલ જોન્સનગરમાં રહેતા સલીમ હુસેનભાઈ ગાલબ (૨૮) નામના યુવાનને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સલીમ ગાલબને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામે રહેતો વાસુદેવ ગંગારામભાઈ રબારી (૩૨) ગામ પાસે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ કરવામાં આવ્યો છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News