મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

અવ્યવસ્થા કે કાવતરું!: મોરબી તાલુકાના ૧૦૦૦ શિક્ષકોનો પગાર હજુ ન થતા કચવાટ


SHARE







અવ્યવસ્થા કે કાવતરું!: મોરબી તાલુકાના ૧૦૦૦ શિક્ષકોનો પગાર હજુ ન થતા કચવાટ

મોરબીમાં દર મહિને શિક્ષકોને કોઈને કોઈ સમસ્યાઓના કારણે પગાર માટે ખૂબ રાહ જોવી પડતી હોય છે ગત મહિને જિલ્લાના એકાઉટન્ટ રજા પર હોય પગાર વીસ તારીખે જમા થયો હતોઆ મહિને મોરબી તાલુકાના એકાઉટન્ટ  રજા પર હોય મોરબી તાલુકાનો ચાર્જ વાંકાનેરના તાલુકા એકાઉટન્ટ ઓફિસરને આપેલ છે જો કે, વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં વાર લગાડી રહ્યા હોય શિક્ષકો પ્રવાસ છે ત્યારે ખાતામાં પગાર જમા થયેલ ન હોય શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે શિક્ષકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના નાણાકીય કૌભાંડ બહાર આવે તેમાં મોરબી તાલુકાનાં કેટલાક શિક્ષકો રસ લઈ રહ્યા છે તેવામાં વાંકાનેર તાલુકાના એકાઉન્ટન્ટને મોરબીનો ચાર્જ આપવામાં આવ્યો છે ત્યારે હવે મોરબીના શિક્ષકોના પગાર રોકવાનું આ કોઈ કાવતરું લાગી રહ્યું છે

દર મહિને કોઈને કોઈ અધિકારીઓ રજા પર જતાં હોય પગારનો મામલો પેચીદો બની ગયો હોયશિક્ષકોનો દર મહિને પગાર મોડો થાય છે આ વખતે મોરબી તાલુકાના એકાઉન્ટન્ટ રજા પર જતાં ચાર્જ વાંકાનેર તાલુકાના એકાઉન્ટન્ટને આપેલ છે અને તાલુકા પંચાયતમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચાર માટેની તપાસ કમિટીના સભ્ય હોય દૂધના દાઝેલા છાસ પણ ફૂંકીને પીએ એમ મોરબી તાલુકાના પગાર બિલો તમામ આચાર્યો દ્વારા સરકારના SAS પોર્ટલના માધ્યમથી બનાવેલ છેબિલો બિલકુલ વ્યવસ્થિત નિયમ મુજબ અને પારદર્શક છે છતાં ઈન્ચાર્જ એકાઉટન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં ખુબજ ચિકાશ કરતા હોય સમયસર પગાર બિલ ચેક ન થતાં એક હજાર જેટલા શિક્ષકોને પગાર હજુ મળ્યો નથી






Latest News