મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ ડેમ પાસે રીક્ષા ઝાળ સાથે અથડાતા એકને ઈજા


SHARE











મોરબીના મચ્છુ ડેમ પાસે રીક્ષા ઝાળ સાથે અથડાતા એકને ઈજા

મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા લીમડાના ઝાડની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં રફાળેશ્વર ગામના યુવાનને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ બેલા ગામનો અને હાલ મોરબીના રફાળેશ્વર ગામે રહેતો રામ મહેશભાઇ આચાર્ય નામનો ૨૭ વર્ષનો યુવાન પોતાના મિત્ર સાથે કામ સબબ મોરબી આવ્યો હતો અને મોરબીના લીલાપર રોડ ઉપરથી રિક્ષામાં મુસાફર તરીકે બેસીને તે પરત રફાળેશ્વર જતો હતો ત્યારે જોધપર ગામ પાસેના મચ્છુ-૨ ડેમ પાસે તેઓની રીક્ષા લીમડાના ઝાડ સાથે અથડાતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઇજા થતા રામભાઈ મહેશભાઈ આચાર્ય (૨૭) નામના યુવાનને ઇજા પહોંચતા આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર રામવીલા સોસાયટી નજીક રહેતા પ્રકાશભાઈ ગોડ નામના મૂળ મધ્યપ્રદેશના ૨૧ વર્ષના યુવાનને રેકડીનું ટાયર ફાટતા જમણા હાથે ગંભીર ઈજા સાથે સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો જેથી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ કેબીસી નામના સિરામિક યુનિટમાં રહેતા અને કામકાજ કરતા જગુભાઈ સુહનભાઇ બીહલીયા નામના ૨૨ વર્ષના યુવાનને ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામીકની પાસે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજા પહોંચી હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને મારામારીના કારણે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.મોરબીના સામાકાંઠે આવેલ સનસીટી સિરામિક નજીક રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કુલદીપસિંહ અજયસિંહ કેવત નામના ૨૨ વર્ષના યુવાનને મોડી રાત્રીના એકાદ વાગ્યે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા કરણ વિશાભાઈ ઝાપડા નામના ૧૨ વર્ષના બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે કરણ ઝાપડા પોતાના પિતાના બાઈકના પાછળના ભાગે બેસીને દૂધ દેવા માટે સાથે જતો હતો ત્યારે ગાળા ગામ નજીક ડેરીની પાસે તે અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા જમણા પગના ભાગે ઇજા પામતા તેને સારવાર માટે ખસેડાયો હતો






Latest News