મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ: નિલેશ રાણીપા


SHARE











મોરબી જિલ્લો ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ: નિલેશ રાણીપા

મોરબી જિલ્લાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં ૮૩.૨૨ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંકે મેળવ્યું છે અને રાજ્યના તમામ કેન્દ્રોમાંથી હળવદ કેન્દ્રએ ૯૦.૪૧ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મોરબી જિલ્લો ૮૫.૩૬ ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં બીજા ક્રમાંકે રહ્યો હતો. આ સિદ્ધિની સાથે મોરબીના હળવદ કેન્દ્રએ પણ ૯૦.૪૧ ટકા પરિણામ સાથે રાજ્યના પરીક્ષા કેન્દ્રોમાંથી પ્રથમ ક્રમાંક મેળવેલ પરીક્ષા કેન્દ્ર બની સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાએ તમામ શાળાના સંચાલકો, આચાર્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ તેમજ સમગ્ર જિલ્લા શિક્ષણ વિભાગને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા માટે આ આનંદની ઘડી છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેઓ ઉચ્ચ કારકિર્દી માટે આગળ વધે કે, વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું હોય કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય કારણ કે આ પરીક્ષા કે પરિણામ એ જીવનનું આખરી પરિણામ નથી એવું વિચારી વધુ મહેનત કરી આગળ વધે” .વધુમાં તમામ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પરિણામમાં જિલ્લાના ૩ વિદ્યાર્થીઓએ એ-1 અને ૬૧ વિદ્યાર્થીઓએ એ-2 ગૃએદ મેળવ્યો છે. જિલ્લામાં ૩ સરકારી શાળાઓ વી.સી.હાઇસ્કુલ - મોરબી, મોડેલ હાઇસ્કુલ - વાંકાનેર અને મોડેલ હાઇસ્કુલ - હળવદમાં પણ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ શાળાઓએ પણ શ્રેષ્ઠ પરિણામ લાવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ જ્વલંત સિધ્ધી મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર જિલ્લાને શિક્ષણવિદો અભિનંદન પાઠવી રહ્યા છે





Latest News