મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE











મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી કરીને મૃતક યુવાનની માતાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રેમ પ્રકરણનો ખાર રાખીને તેના દીકરાની હત્યા કરવામાં આવી છે તેવી ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં બે શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહિપતસિંહ વાઘેલા, રણજીતસિંહ વાઘેલા તેમજ અજાણ્યા એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો દીકરો જે દિવસે હત્યા કરવામાં આવી તે દિવસે બપોરે જમવા માટે આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, અગાઉ આપણાં ઘર પાસે રહેતા રણજીતસિંહ વાઘેલા અને મહિપતસિંહ વાઘેલા પ્રેમ પ્રકરણ બાબતે મારી સાથે માથાકૂટ કરવાના છે અને રાતે તે યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યાના ગુનામાં આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટિમ કામ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (૪૦), મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (૨૨) અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (૨૦) રહે. ત્રણેય હાલમાં યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઇ પાટણ વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News