ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક ચોર પકડાયા બાદ જુદાજુદા વિસ્તારમાંથી વધુ ૩ બાઈક ચોરીની ફરિયાદો નોંધાઇ


SHARE







મોરબીમાં બાઇક ચોર પકડાયા બાદ જુદાજુદા વિસ્તારમાંથી વધુ ૩ બાઈક ચોરીની ફરિયાદો નોંધાઇ


મોરબી શહેરના લોહાણાપરા, અયોધ્યાપુરી રોડ અને પાડાપુલ નીચેથી સમયાંતરે ત્રણ વ્યક્તિઓના બાઈકની ચોરી કરવામાં આવી હતી જે સંદર્ભે હાલમાં ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બાઈક ચોરીના ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લોહાણાપરા શેરી નંબર-૧ માં રહેતા રફીકભાઈ બાબુભાઈ ચારણીયા જાતે ખોજા મુસ્લિમ (૫૩) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એચકયું ૪૦૯૨ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૨૦૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થયેલ છે તો મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર પાર્ક શેરી નંબર-૨ માં રહેતા નિતેશભાઇ વશરામભાઈ રૂપાલા જાતે પટેલ (૪૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ ખોડીયાર બેરિંગ નામની દુકાન પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ સીબી ૦૪૩૯ પાર્ક કરીને મૂક્યું હતું તે ૨૦ હજારની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઇમરાનભાઈ અનવરભાઈ મિરજા જાતે સિપાહી (૩૨)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પાડાપુર નીચે ભરાતી રવિવારી બજારમાં તે ગયો હતો ત્યારે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ સીજી ૪૨૦૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૪ ચોરાઉ બાઇક સાથે ચતુર કુકાભાઈ ભોજવિયા નામના  શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ હવે બાઈક ચોરીના ગુના નોંધાઈ રહ્યા છે.

દેશી દારૂ

હળવદ તાલુકાના પાંડાતીર્થ જવાના રસ્તે સુંદરગઢ ગામના સ્મશાનની પાછળના ભાગમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૨૦ લીટર તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૦ લિટર આથો અને અને ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે ૧૭૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી ધીરુભાઈ ટપુભાઈ ખાંભડીયા જાતે કોળી રહે નવા સુંદરગઢ વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News