અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારામાં માલધારીને હડફેટે લઈને મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





ટંકારામાં માલધારીને હડફેટે લઈને મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારામાં આવેલ મોરબીનાકા પાસેથી સુપર કેરિયર વાહન લઈને જઈ રહેલા વ્યક્તિના વાહન આડે ભેંસ આવી હતી ત્યારે ભેંસને બચાવવા જતા વાહન ચાલકે ભેંસ લઈને જઈ રહેલા આધેડને હડફેટ લીધા હતા જેથી તેના ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના ભાઈએ હાલમાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના મોરબી નાકા પાસેથી ટંકારામાં જ રહેતા અજાણા રમેશભાઈ લાલજીભાઈ તેના કૌટુંબિક ભાઈ જયદીપભાઇ થોભણભાઈ અજાણા (૨૨) ને પોતાના સુપર કેરિયર વાહનમાં બેસાડીને ગાડીમાં ગેસ ભરાવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી નાકા પાસે તેઓના વાહન આડે ભેંસ ઉતરતા રમેશભાઈએ ભેંસને બચાવવા જતા ભેંસ લઈને જઈ રહેલા બાબુભાઈ બીજલભાઇ ટોળીયા (૫૦) રહે. મોરબી નાકા ટંકારા વાળાને હડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ લઈને આવ્યા હતા જો કે, આધેડનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના ભાઈ મેપાભાઇ બીજલભાઇ ટોળીયા જાતે ભરવાડ (૫૧)એ હાલમાં સુપર કેરિયર વાહન જીજે ૩૬ વી ૧૪૮૫ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News