મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ટંકારા પાસેથી ૧૧,૪૬૦ બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો: ૪૫.૭૨ લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ તરફથી રાજકોટ તરફ જતા ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે મીતાણા ગામ પાસેથી પસાર થતા ટ્રકને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૧,૪૬૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને ટ્રક મળીને કુલ ૪૫.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખની ધરપકડ કરેલ છે અને હાલલાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ડ્રાઇવર સહિત પાંચ શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે થઈને એસપી રાહુલ ત્રિપાઠી તરફથી એલસીબીના પી.એમ ઢોલને સૂચના આપવામાં આવી છે તે મુજબ હાલમાં એલસીબીનીં ટીમ કામ કરી રહી છે અને એલસીબી ની ટીમના રામભાઈ મઢ, નિરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા અને ભરતસિંહ ડાભીને મળેલ બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા મીતાણા ગામ પાસે આવેલ રાધે પાન એન્ડ ટી સ્ટોલ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ટંકારા બાજુથી આવતો ટ્રક રાજકોટ તરફ જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૨૪ વી ૮૯૭૫ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૧૧,૪૬૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક, ૫૦૦૦ નો એક મોબાઈલ ફોન, ૧૪૨૦૦ રોકડા આમ કુલ મળીને ૪૫,૭૨,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં ટ્રક ડ્રાઇવર બુધારામ કાનારામજી બાબલે જાતે બિશ્નો (૪૩) રહે બાલાજીનગર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેશ રહે. ચિત્તલવાના સાંચોર રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને સુરેશ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ટ્રક માલિક સહિત કુલ પાંચ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News