મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા નજીક ઓઈલ મિલમાં ચૈત્રી પુનમ પહેલા ટિટોડીએ ઈંડા મુક્યા


SHARE







ટંકારા નજીક ઓઈલ મિલમાં ચૈત્રી પુનમ પહેલા ટિટોડીએ ઈંડા મુક્યા

ખેડૂતો અને પ્રકૃતિને પરસ્પર સિધ્ધો સંબધ હોય છે ઓણુકુ વરસ કેવું રહશે એ જીવનચક્ર આધેરે ભાખી દેતા આવ્યા છે જેમાં કિડિયારૂની સંગ્રહ કરવાની શરૂઆત હોય કે વા વંટોળને બફારો એના પરથી વરસાદી માહોલ કેવો જામશેએ જોતાં હોય છે એવી જ રીતે ટીટોડીના ઈંડા મુકવાની માન્યતા પણ વરસાદ સાથે સંબધ રાખે છે એવું ખેડૂતો માને પણ છે

જો કે, ક્લાઈમેટ ચેન્જની અસરથી હવે પ્રકૃતિમાં પરીવર્તન પણ આવ્યું છે. સામાન્ય રીતે વર્ષાઋતુના પ્રારંભ પૂર્વે ટીટોડીના ઈંડા જોઈ વરસાદ કેવો વરસશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે, પરંતુ ટંકારના કલ્યાણપર ગામના સિમાડા નજીક લતીપર રોડ ઉપર ઉમીયા ઓઈલ મીલના પટાંગણમાં ચૈત્રી પૂનમ પહેલા એપ્રિલની શરૂઆતમાં  ટીટોળીના ઈંડા જોવા મળતા કુતુહલ સર્જાયું છે. ભડલી વાક્ય મુજબ ટીટોળીના ઈંડા કઇ દિશામાં હોય તો કેવો વરસાદ થાય તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે, ઉતર ભરે તળાવડાં, દક્ષિણ કોરા જાય, પશ્ચિમ પલાળે પાઘડી, પૂર્વે તોડે પાર! જબલપુર કલ્યાણપર અને હિરાપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ સુરેશભાઈ સવસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં ટિટોડીએ ચાર ઈંડા આપ્યા છે આમા ઈંડા જોઈને વરતારો કહેનારા મુઝવણમાં મુકાયા છે 






Latest News