મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ગુજરાતનું ગૌરવ: દિલ્હીમાં રાષ્ટ્રપતિની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં ટંકારાના સરાયા ગામના ખેડૂતે સાતીની ક્રુતિ રજૂ કરી


SHARE











ગુજરાતનું ગૌરવ: દિલ્હીમાં રાષ્ટ્રપતિની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં ટંકારાના સરાયા ગામના ખેડૂતે સાતીની ક્રુતિ રજૂ કરી

ટંકારા તાલુકાના સરાયા ગામના ખેડૂતે બનાવેલ સાતીને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી ૧૧ મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી કોઠાહુઝની કમાલે દેશ ભરમાંથી ૧૩૦ ક્રુતીઓમાંથી ૨૫ ક્રુતીમા સ્થાન મેળવનાર ગુજરાત રાજયમાં એક માત્ર ક્રુતિ છે અને તે ટંકારા તાલુકાના સરાયા ગામના રજનીકાંત ઢેઢીએ બનાવેલ છે જેથી કરીને તેઓએ ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું છે.

ટંકારા તાલુકાના સરાયા ગામના યુવા ખેડૂત રજનીકાંત રધુભાઈ પટેલે પોતાના કોઠાસુઝથી ખાસ પ્રકારનું ખેડ માટે સાંતી બનાવ્યુ છે. આ સાંતીથી એક સાથે બે કામ થાય છે તેમજ રાંપ અને દાંતા બદલવાની માથાકૂટથી ખેડૂતોને રાહત મળે છે. આમ, આ સાંતી દ્વારા ડિઝલ, સમય અને શ્રમની મહામુલી બચત થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ સાંતીમાં દાંતા લગાવ્યા હોય અને એનું કામ પુરૂ થાય ત્યારે રૉપ લગાવવી હોય તો સૌ પ્રથમ દાંતાને ખોલવા પડે છે અને પછી રાપ લાગે છે. જ્યારે રજનીકાંતભાઇએ બનાવેલ સાતીમા એક સાથે રાંપ અને દાંતા લાગી જાય છે. જેમાં ખેડૂતો ગણતરીની સેકન્ડોમાં જ રાપ અને દાંતા બદલી શકે છે.

આ ઉપરાંત  ઢેફા ભાંગવાનો પાટો પણ સાથે લાગી જાય છે. આ કારણે એક સાથે બે કામ થાય છે અને ડિઝલ અને સમયની બચત થાય છે. પોતાના વતન સરાયા ખાતે રજનીકાંત પટેલ ૧૦ વીઘા જમીનમાં ખેતી કરે છે. આ સાથે મારૂતી ફેબ્રીકેશન એન્ડ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ લોખંડના ખાટલા, ઘોડીયા તેમજ ખેતીના વિવિધ ઓજારો બનાવવાનું કામ પણ કરે છે. રજનીકાંતભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના રીતુલભાઈ અને રાકેશભાઈએ તેને દિલ્હી સુધી પહોંચાડવામાં મદદ કરી હતી અને ગુજરાતના ગાંધીનગરનુ ભવન ન જોનાર ખેડૂતની ક્રુતિ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવામાં આવી છે અને તેના કામની નોંધ લેવામાં આવી છે અને સૌથી મોટી વાતએ છે કે આખા ગુજરાતમાથી એક માત્ર પસંદગી પામનાર વ્યક્તિ રજનીકાંતભાઈ છે જે મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એવોર્ડ ફંક્શનમાં બોલતા, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, પાયાના સ્તરના નાગરિકો પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત નવીન ઉકેલો લાવવાની અને તેમની શ્રેષ્ઠ ક્ષમતાઓ અનુસાર દેશની સેવા કરવાની ક્ષમતા છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NIF) આવા ઈનોવેટર્સને પ્રોત્સાહિત કરવામાં અને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં નોંધ્યું હતું કે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનએ દેશના ૬૨૫ થી વધુ જિલ્લાઓમાંથી ૩,૨૫,૦૦૦ થી વધુ તકનીકી વિચારો, નવીનતાઓ અને પરંપરાગત જ્ઞાન પદ્ધતિઓનો ડેટાબેઝ એકત્રિત કર્યો છે. અને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનએ તેના વિવિધ એવોર્ડ કાર્યોમાં રાષ્ટ્રીય સ્તરે ૧૦૯૩ ગ્રાસરૂટ ઈનોવેટર્સ અને શાળાના વિદ્યાર્થીઓને પહેલેથી જ માન્યતા આપી છે






Latest News