મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અંડર-૧૪ અને અંડર-૧૬ જિલ્લાની ટીમમાં મોરબી ક્રિકેટ એકેડમીના ૧૨ ખેલાડીઓની પસંદગી


SHARE







મોરબીમાં અંડર-૧૪ અને અંડર-૧૬ જિલ્લાની ટીમમાં મોરબી ક્રિકેટ એકેડમીના ૧૨ ખેલાડીઓની પસંદગી

મોરબીમાં ગઇકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક્સેલ એકેડમી, રવાપર રોડ ખાતે આયોજિત મોરબી જીલ્લાની અંડર ૧૪ અને અંડર ૧૬ પસંદગી ટ્રાયલમાં મોરબી ક્રિકેટ એકેડમીના ૧૨ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

યોજાયેલા ટ્રાયલમાં મોરબી ક્રિકેટ એકેડમીમાંથી અંડર-૧૬ માં પ્રણવ જોષી, અંશ ભાકર, જયવીરસિંહ ઝાલા, પ્રિયાંશુ દ્વિવેદી,  રીશુસિંહ, રાજવીરસિંહ જાડેજા, યક્ષ ગોધાણી, દક્ષ, દીવ જોટાણીયા, હિતાર્થ સવસાણી અને કુણાલ કાંજીયા અને અભય કાલરીયાની પસંદગી કરવામાં આવી હતી. અને પસંદગી બાદ મોરબી ક્રિકેટ એકેડમીના કોચ અલી ખાન અને મનદીપ સિંઘે પસંદગી પામેલ તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉંચા જવાની શુભેચ્છા પાઠવી હતી.આ પહેલા જાણવા મળે છે કે મોરબી ક્રિકેટ એકેડમીના અંડર-૧૯ ખેલાડી રૂદ્રરાજસિંહ જાડેજાની પણ જિલ્લા મોરબીની અંડર-૧૯ ટીમમાં પસંદગી થઈ છે, તે માટે પણ કોચ અલી ખાને રૂદ્રરાજ અને તેના પરિવારના સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News