મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ઘોડી પાસાનો જુગાર રમતો પાંચ જુગારીની ૨.૭૨ લાખના મુદામાલ સાથે ધરપકડ, પાંચ નાશી ગયા !


SHARE





ટંકારા તાલુકામાં ઘોડી પાસાનો જુગાર રમતો પાંચ જુગારીની ૨.૭૨ લાખના મુદામાલ સાથે ધરપકડ, પાંચ નાશી ગયા !

ટંકારાના જોધપર ઝાલા ગામે જુગારની રેડ કરી હતી ત્યારે ઘોડી પાસાનો જુગાર રમતો જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને પાંચ જુગારી પોલીસને જોઈને નાશી ગયા હતા જો કે, પાંચ આરોપીઓની પોલીસે રૂપિયા ૧.૧૨ લાખ સહિત ૨.૭૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના વિજયભાઈ નાગજીભાઈ બાર અને ભાવેશભાઈ વરમોરાને મળેલ બાતમી આધારે જોધપર ઝાલા ગામની સીમમાં મનુભાઈ ભીખાભાઈના ખેતર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા શ્ખ્સોમાં પોલીસને જોઈને નાશભાગ મચી ગયેલ હતી અને ત્યારે ઓપલિસે સ્થળ ઉપરથી કરણ દડુભાઈ ચાવડા, અજય મનોજભાઈ સોલંકી, ચિરાગ ગોપાલભાઈ ગરળીયા, રફીક ઓસમાણ ખોખર રહે. બધા જ રાજકોટ અને પ્રકાશ નરભેરામ ભૂત રહે. મોરબી વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા ૧.૧૨ લાખ તેમજ એક સીએનજી રીક્ષા, એક એક્ટિવા, નવ મોબાઈલ અને એક બેટરી સહિત કુલ ૨૭૨૨૫૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જો કે, પોલીસને જોઈને નાશી ગયેલા જુગારીઓમાં ગિરિરાજસિંહ સહદેવસિંહ જાડેજા રહે. વિરવાવ, રવિ રમેશભાઈ રહે. રાજકોટ, બોબી સંધિ, અલીભાઈ અને રફીક ઉર્ફે મોગલના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં તમામ આરોપીની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે




Latest News