મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના શનાળા રોડે એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે મંદિર નજીકથી એક્ટિવા લઈને જતા યુવાનના એકટીવાને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા મિલન વિનોદરાય પોપટ (૩૫) નામનો યુવાન એક્ટિવા લઈને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે સ્વામિનારાયણ મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કાર ચાલકે તેના એકટીવાને હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મિલન પોપટને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારની અંદર રહેતા આસિફ ગુલામભાઈ અજમેરી (૩૨) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સૂરજ બાગ પાસે બચુબાપાની હોટલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આસિફ અજમેરીને ઇજા થયું હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે

બાઇક સ્લીપ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ આંબેડકર કોલોનીમાં રહેતો અજય શિવાભાઈ સારેશા (૨૨) નામનો યુવાન વીસીપરામાં આવેલ રોહીદાસપરા પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News