મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની પેડક સોસાયટીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધને ત્રણ શખ્સોએ ગાળો આપીને લાકડી-ઢીકાપાટુનો માર માર્યો


SHARE







વાંકાનેરની પેડક સોસાયટીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધને ત્રણ શખ્સોએ ગાળો આપીને લાકડી-ઢીકાપાટુનો માર માર્યો

વાંકાનેર શહેરમાં આવેલ પેડક સોસાયટીમાં વૃદ્ધના ઘર પાસેથી પસાર થતાં ત્રણ શખ્સોએ તેને ગાળો આપીને ઢીકા પાટુનો અને લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પેડક સોસાયટીમાં એસ્સાર કંપનીના પંપની પાછળના ભાગમાં રહેતા જેરામભાઈ જીવાભાઇ વોરા (૬૫) એ હાલમાં રમેશભાઈ હીરાભાઈ વોરા અને તેના બે દીકરા કિશોરભાઈ રમેશભાઈ વોરા તથા ભરતભાઈ રમેશભાઈ વોરા રહે. ત્રણેય પેડક સોસાયટી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાના ઘર પાસે ઊભા હતા ત્યારે ત્યાંથી રમેશભાઈ અને તેના બે દીકરાઓએ ત્યાંથી નીકળ્યા હતા અને ફરિયાદીની સામે જોઈને તેને ગાળો આપી હતી અને ગાળો બોલીને ઢીકા પાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે






Latest News