મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ઉમા વિલેજ પાછળ જુગાર રમતા પાંચ વૃદ્ધ ઝડપાયા


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે ઉમા વિલેજ પાછળ જુગાર રમતા પાંચ વૃદ્ધ ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ઉમા વિલેજની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૭૨૫૦ ની કિંમતની રોકડ કબજે કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજની પાછળના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દેવરાજભાઈ દામજીભાઈ વિલપરા (૫૮), હરિભાઈ છગનભાઈ સાદરીયા (૫૫), લક્ષ્મણભાઈ રતનસીભાઈ દલસાણીયા (૫૦), અમરસીભાઈ વેલજીભાઈ બારૈયા (૬૫) અને બાબુલાલ લાલજીભાઈ સાણંદીયા (૫૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૭,૨૫૦ ની રોકડ કબ્જે કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, દરકે જુગારી પાસે મોબાઈલ ફોન હતા તો પણ એક પણ મોબાઈલ ફોનને આ જુગારની રેડ દરમ્યાન પોલીસ દ્વારા કેમ કબ્જે લેવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે વાડી વિસ્તારમાં રહેતા આધેડે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.મોરબીની મંગલમ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના આમરણ ગામે લીલાધર અમરસીભાઇ વાઘડિયાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ફતેસિંહ ગોબરભાઇ બારીયા જાતે આદિવાસી નામના ૫૦ વર્ષના આધેડે વહેલી સવારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી હાલ તેઓને અહીં સારવાર માટે લાવવામાં આવેલ છે બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી છે જેની આગળની તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે





Latest News