હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સર્વિસ પેન્શનરોએ ૧૦ એપ્રિલ સુધીમાં તિજોરી કચેરીમાં જરૂરી માહિતી રજૂ કરવી


SHARE











 

મોરબી જિલ્લામાં સર્વિસ પેન્શનરોએ ૧૦ એપ્રિલ સુધીમાં તિજોરી કચેરીમાં જરૂરી માહિતી રજૂ કરવી

મોરબી જિલ્લાના સર્વિસ પેન્શનરોએ સમય મર્યાદામાં માહિતી આપવાની રહેશે અને જો માહિતી નહીં આપવામાં આવે તો પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરાશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કિમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે, જે સર્વિસ પેન્શનરો (કુટુંબ પેન્શનર સિવાયના મૂળ પેન્શનર) ની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની પેન્શનની વાર્ષિક આવક ૭,૫૦,૦૦૦ થી વધું થતી હોય તેવા પેન્શનરોએ અંદાજિત રોકાણની વિગત, બાંહેધરી નિયત ફોર્મ ૧૨-બી, પાન કાર્ડ, પી.પી.ઓ નંબર વગેરે વિગતો જિલ્લા તિજોરી કચેરી-મોરબી ખાતે ૧૦-૪ સુધીમાં રૂબરૂ/ટપાલ અથવા ઇ-મેઇલ આઇ.ડી. treasury-mor@gujarat.gov.in પર મોકલાવવાની રહેશે અને નિયત સમયમાં માહિતી નહીં મોકલાવેલ હોય તેવા વાર્ષિક ૭,૫૦,૦૦૦/- થી વધુ પેન્શન મેળવતા સર્વિસ પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરવામાં આવશે. જેઓનું વાર્ષિક પેન્શન ૭,૫૦,૦૦૦ થી વધુ થતુ હોય તેઓ એ જ ઉપરોક્ત દસ્તાવેજ જમાં કરાવવાના રહેશે જેની ખાસ નોંધ લેવી અને પેન્શનની વિગત તેમજ આવક્ના પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in પરથી મેળવી શકાશે. જેના માટે લોગીન આઇડી આપનો બેંક એકાઉન્ટ નંબર તેમજ પાસવર્ડ આપનો પી.પી.ઓ. નંબર રહેશે તેવું મોરબી જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News