મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ડેરીમાં સાથે કામ કરતી સગીરાને ઉપાડી જનાર યુપીનો શખ્સ સગીરા સાથે નોઇડાથી પકડાયો


SHARE











મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીરા સાથે નોઇડાથી ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં સાથે કામ કરતો મૂળ યુપીનો શખ્સ મોરબીની સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી અને સગીરા નોઇડાથી મળી આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં કામ કરતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સંજય ચંદનસિંહ યાદવ રહે. બડાગાવ જસનારા ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામના શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં આરોપી તથા ભોગ બનનાર સગીરા નોઇડા (યુ.પી) ખાતે હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝનની એક ટીમ દિલ્હી તેમજ નોઇડા ખાતે પહોચી હતી અને ત્યાંથી ભોગ બનનાર સગીરા તથા આરોપી મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી સગીરાને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News