મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક થયેલ ચીલઝડપના ગુનામાં આઠ મહિને આરોપી પકડાયો


SHARE







મોરબીના બહાદુરગઢ નજીક થયેલ ચીલઝડપના ગુનામાં આઠ મહિને આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થોડા મહિના પહેલા ચીલઝડપ કરવામાં આવી હતી જે ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. જિજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકામાં વર્ષ ૨૦૨૨માં આઇપીસી કલમ- ૩૭૯(ખ)૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી દીલીપ માનસિંગ ઓડીયા (૩૩) રહે. મુળ ખાકરીયા જીરીદતી ગામ તાલુકો સરદારપુર (એમપી) વાળાને મોરબી ઉંચી માંડલ ગામની સીમ તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ સ્પેસેરા સીરામીક ખાતેથી ઝડપી લેવામાં આવેલ છે અને આરોપીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

અમદાવાદમાંથી અપ્હત યુવતી યુવક સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિઠ્ઠલનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ વિક્રમસિંહ ભગવતસિંહ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં સ્થાનિક તાલુકા પોલીસને સાથે રાખીને મોરબી તાલુકાના વનાળીયા ગામે તપાસ કરવામાં આવતા ત્યાંથી તેઓના વિઠ્ઠલનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ગુમ (અપ્હત) થયેલ યુવતી અંગે નોંધાયેલ ફરિયાદમાં ભોગ બનેલ યુવતી તથા તે ગુનાનો આરોપી ગોપાલ ઉર્ફે ગફુર રતુજી ઠાકોર રહે.ઝાલાસણા તા.માંડલ જીલ્લો અમદાવાદ મળી આવતા બંનેને તપાસના કામે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.






Latest News