મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માણસોની માહિતી પોલીસને ન આપતા સ્પાના સંચાલક સહિત વધુ આઠ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં માણસોની માહિતી પોલીસને ન આપતા સ્પાના સંચાલક સહિત વધુ આઠ સામે ફરિયાદ

મોરબી જિલ્લામાં બહારના રાજ્યમાંથી કામ કરવા માટે આવેલા શ્રમિકોની મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં માહિતી અપલોડ કરવા માટે વારંવાર સૂચનો આપવામાં આવી છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી હવે કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો, સ્પાના સંચાલકોની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર ખડિયાવાસમાં રહેતા વિમલભાઈ નાજાભાઇ ઝાપડા જાતે ભરવાડ (૪૩)એ પોતાના માલિકી વાળી ઓરડિઓ પરપ્રાંતિય માણસોને ભાડે આપી હતી તેમ છતાં પોલીસને માહિતી આપી ન હતી, માળીયા હાઇવે ઉપર આવેલ વસુંધરા હોટલમાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ આપી ન હતી અને આઈડી પ્રુફ લીધા ન હતા જેથી ભાર્ગવભાઈ માવજીભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૨૧) રહે. હરિઓમ સોસાયટી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધાયેલ છે, મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ એન.આર. થાઇ સ્પાના સંચાલકે તેને ત્યાં કામ કરતા માણસોની માહિતી પોલીસને આપી ન હતી અને આઇડી પ્રૂફ મેળવેલા ન હતા જેથી સ્પાના ચાલક વિપુલભાઈ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૬) રહે. યમુના નગર સોસાયટી શેરી નં-૩ નવલખી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધાયેલ છે, મોરબી તાલુકાના વનાળીયા ગામ પાસે આવેલ રવિ મિલન સિમેન્ટ પાઇપમાં કોન્ટ્રાક્ટ રાખનાર મહેશભાઈ ડાયાભાઈ વાઘેલા (૪૫) અને પટેલ સિમેન્ટમાં કોન્ટ્રાક્ટ રાખનાર સોહનભાઈ કેજુભાઈ બારૈયા (૩૦) એ તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી જેથી તે બંને સામે ગુના નોંધાયેલ છે મોરબીના ગોકુલનગરમાં રહેતા પ્રાગજીભાઈ ડાયાભાઈ કાવર જાતે પટેલ (૬૨) ના ટંકારા ખીજડીયા રોડ ઉપર આવેલ એક્વા મલ્ટીપેક કારખાનામાં કામ કરતાં શ્રમિકોના આઈડી પ્રૂફ લીધા ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે તેવી જ રીતે ટંકારા લતીપર રોડની બાજુમાં ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હતી જેથી ભંગારના ડેલા વાળા રામલાલ માંગીલાલ ગુર્જર જાતે ભરવાડ (૨૮) રહે. હાલ ટંકારા ભંગારના ડેલા વાળાની સામે ગુનો નોંધાયો છે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કાનજીભાઈ ભુપતભાઈ રાઠોડ (૩૭) ની નીચે કામ કરતા માણસોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી તેની સામે જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયેલ છે.






Latest News