મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ-જાંબુડિયામાં જુગારની બે રેડ: ૨૯૨૦૦ ની રોકડ સાથે ૧૪ જુગારી પકડાયા


SHARE







મોરબીના ખત્રીવાડ-જાંબુડિયામાં જુગારની બે રેડ: ૨૯૨૦૦ ની રોકડ સાથે ૧૪ જુગારી પકડાયા

મોરબી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં તથા મોરબી તાલુકાના જાંબુડીયા ગામના સલાટવાસમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને ૧૪ જુગારીઓની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૯૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા હસમુખભાઈ બળવંતભાઈ ચૌહાણ (૩૬), કિસનભાઈ દિનેશભાઈ ઝિંઝવાડીયા (૩૨), સિકંદરભાઈ હુસેનભાઇ શેખ (૩૫), અકબરભાઈ જમાલભાઈ સિપાહી (૫૫) અને રહીમભાઈ હુસેનભાઇ રાઠોડ (૫૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬૨૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં સલાટવાસમાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મનોજભાઈ દેવજીભાઈ ઇન્દરિયા (૨૨), નરેશભાઈ દેવશીભાઈ સારલા (૨૯), પ્રદેશભાઈ દેવજીભાઈ ઇન્દરિયા (૩૦), કમલેશભાઈ અમરશીભાઈ ખરા (૨૫), ઇકબાલભાઈ અબ્રાહમભાઈ મુંધવા (૨૫), કાદરભાઈ બચુભાઈ ભરવાડીયા (૨૯), જગમલભાઈ રતિલાલ ઇન્દરીયા (૨૬), ભરતભાઈ કરસનભાઈ ઇન્દરિયા (૩૭) અને અરવિંદભાઈ મૂળુભાઈ પરમાર (૫૫) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ૧૩૦૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News