સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે નારી શક્તિ સન્માન કાર્યક્રમ યોજાશે


SHARE





ટંકારા ખાતે નારી શક્તિ સન્માન કાર્યક્રમ યોજાશે

મોરબીના ટંકારામાં આવેલ પુસ્તક પરબ દ્રારા દરેક મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આગામી ૮ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આ વખતના પુસ્તાક પરબમાં ટંકારામાં જ રહીને અલગ અલગ જગ્યાએ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી સેવા કાર્ય કરી રહ્યા છે.તેવા પાંચ નારી શક્તિ સ્વરૂપોને  સન્માનિત કરવામાં આવશે.તે ઉપરાંત મહિલાઓ માટે તેમાં પડેલા કૌશલ્યોને બહાર લાવવા માટે એક સ્પર્ધાનું આયોજન પણ કરવા આવેલ છે જે 'હું નારી નારાયણી" માં ભાગ લેનાર મહિલાઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાની રહેશે.આ સ્પર્ધા કુમાર તાલુકા શાળા ટંકારા ખાતે તા.૫-૩ ના રોજ યોજાશે જેમાં ૨૫ થી ૪૫ વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે.જે વસ્તુ બનાવવાની હોય તે પુસ્તક પરબમાં આવીને જ બનાવવાની રહેશે.વસ્તુ બનાવવાનો તમામ મટીરીયલ સ્વખર્ચ લઈ આવવાનું રહેશે, સ્પર્ધા તા.૫-૩ના સવારે ૯ થી ૧૧ યોજાશે, નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અગાઉથી તા.૩-૩ સુધીમાં કલ્પેશભાઈ ફેફર (મો.૯૫૧૦૩ ૭૭૫૨૭), ધવલભાઇ દેસાઈ (મો.૯૯૯૮૬ ૩૭૬૪૩), ગીતાબેન સાંચલા (મો.૯૫૩૭૫ ૮૦૫૫૫), હેતલબેન વરૂ (મો.૯૨૬૫૭ ૧૮૭૨૩), પૂનમબેન બાલધા (મો.૯૭૨૫૪ ૯૭૨૯૯) પાસે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.




Latest News