મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાણેજના લગ્નમાં ગયેલા યુવાન ઉપર તેના પિતા-ભાઈએ કર્યો છરી વડે હુમલો


SHARE





મોરબીમાં ભાણેજના લગ્નમાં ગયેલા યુવાન ઉપર તેના પિતા-ભાઈએ કર્યો છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલ પાસે ભાણેજના લગ્ન પ્રસંગમાં આવેલ યુવાન ઉપર તેના પિતા અને ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પડખાના ભાગે છરી વડે ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અને ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં મચ્છુ માતાજીના મંદિર પાસે રહેતા શરીફભાઈ હારુનભાઈ કટિયા જાતે મિયાણા (૩૬) એ તેના ભાઈ સબીરભાઈ હારુનભાઈ કટિયા અને પિતા હારુનભાઈ હુસેનભાઇ કટિયા રહે. બંને જુના દેવળીયા પ્લોટવિસ્તાર ભંડારપરા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ધનાળા ગામના પાટીયા પાસે નોનવેજની કેબિન રાખી હતી ત્યાં તેના ભાઈ સબીર હારુનભાઈ અને પિતા હારુનભાઈ હુસેનભાઈએ તેની બાજુમાં બીજી નોનવેજની કેબિન રાખી હતી જેથી તે કેબિન લઈ લેવા માટે યુવાને તેઓને કહ્યું હતું ત્યાર બાદ મોરબીમાં રમેશ કોટન મીલ પાસે સબીરભાઈ કટીયા તેના ભાણેજના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યાં તેનો ભાઈ અને પિતા તેને મળ્યા હતા અને ફરિયાદી યુવાનનો ભાઈ તેની સામે મુંછે આંકડા ચડાવતો હોય તેને ફરિયાદીએ થપ્પડ મારી હતી ત્યારબાદ તકરાર કરી હતી અને યુવાનને ગાળો આપી હતી અને ત્યાર પછી સબીર કટિયાએ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને પડખાના ભાગે ઇજા કરી હતી અને બંને શખ્સોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સારવાર લીધા પછી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બંને શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ત્રણ બોટલ દારૂ

મોરબી શહેરમાં લાતી પ્લોટ શેરી નં-૫ ના નાકા પાસેથી સ્કૂટર નં જીજે ૩૮ એજી ૬૪૩૯ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજાર રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૩૧૧૨૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શાહરૂખ ઈકબાલભાઈ બુચડ જાતે વાઘેર મુસ્લિમ (૩૦) રહે. વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી શેરી નં-૪ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News