ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટ ફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સોમવારથી ત્રણ દિવસ માટે પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે દ્વારા કરવામાં આવશે અને આ સંપૂર્ણ કાર્યક્રમમાં જરૂરી માર્ગદર્શન કમલેશભાઈ ડી. પટેલ દ્વારા આપવામાં આવશે

સુવર્ણપ્રાશન કેમ્પ

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ભારતી વિદ્યાલયમા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતી વિદ્યાલયના સંચાલક વિવેકભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ કે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન થયેલ છે. જેમાં ૪૦૦ થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ હતા અને આગામી ૪ માર્ચ નાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવશે. ૨૦૨૩ માં સંપૂર્ણ વર્ષ દરમિયાન નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનુ આયોજન કરવાનું નક્કી કરેલ છે






Latest News