મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા સીએમને રજૂઆત


SHARE





મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા સીએમને રજૂઆત

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના પછી પાલિકાને સુપરસીડ કરવા માટેની માંગ અનેક વખત કરવામાં આવી છે ત્યારે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરીને આ દુર્ઘટનાને ધ્યાને રાખીને મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલની જવાબદારી નગરપાલિકાની હતી પરંતુ પાલિકાએ આ જવાબદારી ઓરેવા કંપનીને આપી હતી અને તેના કરાર પણ કર્યા હતા. અને પુલનું કામ કરીને ઝૂલતો પુલ કંપની દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો તેની જાણ પાલિકાને હતી કે કેમ ? તે મુદ્દે તપાસ કરવામાં આવે તો ઘણી માહિતી સામે આવે તેવી શક્યતા છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે,પાલિકાને સુપરસીડ કરવામાં આવે અને જવાબદાર દરેક ચૂંટાયેલા સભ્યો અને સરકારી કર્મચારીઓ સામે પણ ચાર્જશીટમાં તેઓના નામ ઉમેરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News