મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

આશા-વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ-વિકાસલક્ષી બજેટ,અર્થ વ્યવસ્થા માટે સંજીવની રૂપ બજેટ : સાંસદ વિનોદ ચાવડા


SHARE







આશા-વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ-વિકાસલક્ષી બજેટ,અર્થ વ્યવસ્થા માટે સંજીવની રૂપ બજેટ : સાંસદ વિનોદ ચાવડા

વર્ષ ૨૦૨૩-/-૨૪ માટે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનએ સાંસદ સમક્ષ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આવનાર ૨૫ વર્ષનાં દેશની દિશા રજૂ કરી છે. આર્થિક મોરચે પ્રગતિ, નાગરિકોનું જીવન ધોરણ બદલવા,દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની વ્યવસ્થાઓ કેવી રીતે બદલાવ આવશે તેની મહત્વની દિશા રજૂ કરતું બજેટ આવકાર્ય અને પ્રશંસનીય છે. બજેટના પગલે સ્ટાર્ટઅપ રોજગારીની તકો, મેક ઇન ઈન્ડિયા ને બળ મળશે. દેશ જ્યારે અમૃતકાળ માં પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે દેશનાં આગામી ૨૫ વર્ષો વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવાના મોદીજીનાં આ પ્રયત્નો દેશ હમેશા યાદ રાખશે તેમ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
 
આઝાદીના અમૃતકાળનું પ્રથમ બજેટ રજૂ કરતાં વિતમંત્રી દરેકને આર્થિક મજબૂતી મળે અને ભારત તેજીથી વિકાસતરફ અગ્રકુચ કરે તેવું સમવાયી બજેટ રજૂ કરેલ છે. રેલ્વે માટે ૨.૪૦ લાખ કરોડ, ૧૫૭ નવી નર્સિંગ કોલેજ, ૫૦ નવા એરપોર્ટ, બુનિયાદી ઢાંચા સવલત માટે ૧૦ લાખ કરોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિના ક્ષેત્રમાં ભારતને મીલેટસ હબ બનાવવા, પી.એમ. વિશ્વકર્મા કૌશલ સન્માન, ગ્રામીણ મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપ, એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ, રોજગાર વધારવા, કે વાય સી પ્રોશેસ સરળતા, ડિઝિટલ સિસ્ટમ વધારવા, મિશન કર્મયોગી કેન્દ્ર અને રાજ્ય ઓનલાઈન ટ્રેનીંગ પ્લેટફોર્મ લોન્ચ કરાશે, ગ્રીન ગ્રોથ પર સરકારનું ફોક્સ, ટુરિઝમ ને મહત્વ, હાઈડ્રોજન મિશન માટે ૧૯૭૦૦ કરોડ, ઇન્કમ ટેક્ષ રાહત, મહિલા સન્માન બચત પત્ર સેવિંગ સ્કીમ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સાથે સાથે વિદેશોમાં નોકરીના સપના જોતાં યુવાનો માટે સશક્તિકરણ, વૃધ્ધો-બાળકો- આરોગ્ય દરેક ક્ષેત્ર બજેટમાં પ્રાવધાન કરેલ છે તેમ સાંસદ વિનોદ ચાવડાએ બજેટને આવકરતા જણાવ્યું હતું.





Latest News