મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

પશ્ચીમ બંગાળથી ભારતમાં ગેરકાયદે ઘૂસેલ બાંગ્લાદેશી મોરબી જિલ્લાના હળવદ સુધી પહોચી ગયો !: તપાસ શરૂ


SHARE







પશ્ચીમ બંગાળથી ભારતમાં ગેરકાયદે ઘૂસેલ બાંગ્લાદેશી મોરબી જિલ્લાના હળવદ સુધી પહોચી ગયો !: તપાસ શરૂ

હળવદ વિસ્તારમા દરબાર નાકા પાસે મેઇન બજાર પાસેથી એક બાંગ્લાદેશી શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જેમાં આ શખ્સ પશ્ચીમ બંગાળ રાજ્યમાં પ્રવેશીને ભારતમાં ગેરકાયદે આવ્યો હોવાની સામે આવ્યું છે અને આ શખ્સ શા માટે મોરબી જિલ્લાના હળવદ સુધી આવેલ છે અને અગાઉ ક્યાં કયા રાજયમાં ગયો હતો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે

ભારત દેશમાં પશ્ચીમ બંગાળમાંથી ઘણા લોકો ગેરકાયદે ઘૂસતા હોય તેવું અગાઉ સામે આવ્યું છે તેવામાં મોરબી જિલ્લાના હળવદ સુધી એક બાંગ્લાદેશી આવી ગયો છે જેનું કનેક્શન પણ પશ્ચીમ બંગાળને મળી રહ્યું છે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનેથી મળી માહિતી મુજબ હળવદ વિસ્તારમા દરબાર નાકા પાસે મેઇન બજાર પાસેથી એક બાંગ્લાદેશી શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરેલ છે અને પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરેલ છે જેમાં આ શખ્સનું નામ તુહજલ ઉર્ફે ડેવીડરવિ મુસ્લીમહુશેન જાતે મુસ્લીમ હાલ ક્રિષ્ચયન (૨૬) મુળ વતન સદરઘાટ પાસે માજીરઘાટ ડાયમંડ મીંઠાના કારખાનામા પોલીસ સ્ટેશન સદરઘાટ જીલ્લો છટ્ટોગ્રામ કોર્નોપુરીનદી પાસે બાંગ્લાદેશ વાળાઓ હોવાનું સામે આવ્યું છે અને આ શખ્સ પાસેથી કોઈ મોબાઇલ ફોન મળેલ નથી જેની હાલમાં પોલીસે ધરપકડ કરી છે જો કે, પોલીસ પાસેથી વધુમાં મળેલ માહિતી મુજબ આ શખ્સ બાંગ્લાદેશનો વતની છે અને તેની પાસે ભારત દેશમાં આવવા માટેનો કોઇ પાસપોર્ટ કે વિઝા નથી છતા તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશના રાજશાહી રેલ્વે સ્ટેશન પાસે આવેલ પદમાનદી ઓળગી ભારતની હદમાં પશ્ચીમ બંગાળ રાજ્યમાંથી આવેલ છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરીને હાલમાં તે મોરબી જિલ્લાના હળવદ શહેર સુધી આવી ગયેલ છે અને અહી તે શંકાસ્પદ હાલતમાં રખડતો ભટકતો મળી આવ્યો છે જેથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફોરેનર્સ એકટ (વિદેશીઓ સંબંધી અધિનિયમ)-૧૯૪૬ની કલમ ૧૪-A (a) (b) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News