સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

અભિનંદન : મોરબીની એલિટ બીએસસી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા


SHARE





અભિનંદન : મોરબીની એલિટ બીએસસી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા

જેને ઉડવુ છે તેને આકાશની કમી નથી તે યુકિત ફરી એક વાર પુરવાર કરતી એલીટ કોલેજ, સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતી  મોરબીની એકમાત્ર એલીટ કોલેજ.યુગ પરિવર્તનની જબરદસ્ત સંકલ્પના સાકાર કરવા માટે સત્ય, નિષ્ઠા તથા દ્રઢ મનોબળના સહારે સંકલ્પબદ્ધ બને, એવા વિચારની સાથે ચાલતી મોરબીની એલીટ ઇન્સ્ટીટ્યુટ આજે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે. તાજેતરમાં તા.૨૦-૧ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા યોજાયેલ ૫૭ માં વાર્ષિકોત્સવમાં એલીટ બી.એસસી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તે બદલ એલીટ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.એલીટ બી.એસસી કોલેજની વિદ્યાર્થીની સોલંકી એકતાને બી.એસસી.માં ઓવર ઓલ તેમજ ભીમાણી હિપલને બી.એસસી. કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. આ બંને વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ.ડી.કલોલા, ટ્રસ્ટી રવિન કલોલા, પ્રિન્સિપાલ મિતલ મેડમ તથા અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા હતા.




Latest News