મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચપર પાસે સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો ધડાકો


SHARE











મોરબીના ચાંચપર પાસે સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો ધડાકો

મોરબીના ચાંચપર ગામ નજીક યુવાનની હત્યા કરેલ લાશ મળી આવી હતી જે બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે જેમાં મૃતક યુવાને તેની જ જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરી હતી જેથી તેને તેના જ સગાભાઈએ મારી નાખ્યો હતો

જાણવા મળતી માહિતી માટે મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને મૃતક યુવાનની હત્યા તેના જ સગા ભાઈએ કરી છે તેવું સ માએ આવ્યું છે જે બનાવમાં હત્યા કરનારા શખ્સની સામે તેના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છે, કે આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેને જણાવ્યુ છે કે, મૃતક રાજન મિશ્રા તેમજ તેનો ભાઈ આનંદ મિશ્રા સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં રહેતા હતા. જો કે, રાજન મિશ્રા ચોરી ચપાટી કરતો હતો અને તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી અને થોડા સમય પહેલા રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ રાજનને સફેદ કપડાથી ગળેટૂંપો આપ્યો હતો અને વોકળામા ભરેલ પાણીમા ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને હત્યારા આનંદે એવી ધમકી આપી હતી કે, આ વાત કહીશ તો તારા હાલ પણ આવા કરીશ જેથી તેને કોઈને કહ્યું ન હતું અને હાલમાં પોલીસ સ્ટેશને તે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેનો પોલીસે ભેદ ઉકેલી નાખીને આરોપી આનંદ મિશ્રા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News