મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર વધુ એક આરોપીની ધરપકડ


SHARE











 

મોરબીમાં યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનાર વધુ એક આરોપીની ધરપકડ

મોરબીની તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાનને ૩૦ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને તેની પાસેથી વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરનારા ત્રણ શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના વજેપર આલાપ રોડ ઉપર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા જેઠાભાઈ જીવરાજભાઈ સોનગ્રા જાતે સતવારા (ઉમર ૩૨) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રબારી રહે. શનાળા, સુરેશભાઈ ખાખરાળા વાળા અને વિમલભાઈ વાણંદ રહે.માધાપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પાસેથી તેણે ઉંચા વ્યાજે પૈસા લીધા હતા જેમાં અશોક રબારી પાસેથી ૩ લાખ રૂપિયા ૩૦ ટકા લેખે લીધા હતા જેની સામે ૫.૪૦ લાખ રૂપિયા તેને આપી દીધેલ છે અને સુરેશભાઈ પાસેથી તેણે બે લાખ રૂપિયા માસિક રૂપિયા ૩૦ ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે ૧.૨૦ લાખ ચૂકવી દીધા છે તેમજ વિમલભાઈ પાસેથી દોઢ લાખ રૂપિયા ૧૨ ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેને ૫.૯૦ લાખ રૂપિયા પેનલ્ટી સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપીઓ જેમફાવે તેમ ગાળો આપીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને આ આરોપીઓએ ફરિયાદ પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવીને પઠાણી ઉઘરાણી કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પહેલા આરોપી અશોકભાઇ ખોડાભાઈ ખાંભલા જાતે રબારી અને વિમલ ઇન્દુભાઇ લાંઘણોજાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે જગદીશ ઉર્ફે સુરેશભાઇ લખમણભાઈ સવસેટા જાતે બોરિચા (૩૭) રહે. ખાખરાળા પ્લોટ વિસ્તાર વાળાની ધરપકડ કરવામાં આવી છે

રિક્ષા પલટી મારી ગઈ

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા અને મીતાણા ગામની વચ્ચે ભૂત કોટડા ગામ પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મહેન્દ્રપરા શેરી નં-૮ માં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (૬૩) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News