મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રથમ વખત ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE







મોરબીમાં પ્રથમ વખત ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત જિલ્લા કક્ષાની ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં અન્ડર-૧૦ અને અન્ડર-૧૨ બોયઝ-ગર્લ્સ વચ્ચેની  કુલ ૨૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની માસ્ટર એફ-સી ટીમ મેદાન મારીને ચેમ્પિયન બની હતી.આથી વિજેતા ટીમને ટ્રોફી સહિતના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

મોરબી ગોલ્ડન બેબી લીગ અન્ડર-૧૦ અને અન્ડર-૧૨ બોયઝ-ગર્લ્સ માટે મોરબી જિલ્લા મા પ્રથમ વખત જ ફૂટબોલ ટુર્નામેન્ટનો જંગ ખેલાયો હતો. અને મોરબી જિલ્લામાથી U-૧૦ મા કુલ ૧૧ ટીમોમાં ૧૨૫ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમા ૧૧૪ ભાઈઓ સાથે ૧૧ બહેનોએ પણ ભાગ લીધો હતો. તે જ રીતે U-૧૨ મા કુલ ૧૫ ટીમોમા કુલ ૧૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમા ૬ બહેનોએ પણ ભાગ લીધેલ હતો. ફૂટબોલ ટુર્નામેન્ટ ગત ૧૧  ડીસેમ્બર થી ૧૫ જાન્યુઆરી સુધી રમાડવામાં આવી હતી અને તે પણ ફક્ત રવિવારે જ રમાડવામાં આવતી હતી જેથી સ્કૂલના બાળકોને અભ્યાસમા કોઈ મુશ્કેલીના થાય આ ટુર્નામેન્ટ પ્રથમ બે રવિવાર ઓમ્ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના મેદાન પર રમાડવામાં આવેલ હતી ત્યારબાદ તમામ મેચો ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ લજાઈ ચોકડી-લજાઈના ફૂટબોલ ગ્રાઉન્ડ પર રમાયેલી હતી.

ફૂટબોલ ટુર્નામેન્ટની સ્પર્ધાને અંતે રાજકોટની માસ્ટર એફસીની ટીમ બન્ને ગ્રુપમા ચેમ્પિયન બની હતી. તે જ રીતે U-૧૦  ગ્રુપમા વિવાન ઇલેવન ટીમે સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને નાલંદા સ્કૂલની ટીમેં ત્રીજા નંબર મેળવ્યો હતો. U-૧૨ મા રાજકોટની માસ્ટર એફસી ટીમે પ્રથમ સ્થાન પર અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટાઇગર ઇલેવનની ટીમ બીજા નંબરે અને મોરબીની ફૂટબોલ ક્લબની Soccer Star football academyની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઈ હતી. ફૂટબોલ ટુર્નામેન્ટને સફળ બનાવવા મોરબી ફૂટબોલ એસોસિયનના પ્રેસિડેન્ટ ડો.દેવેનભાઈ રબારી તેમજ ફૂટબોલ એસોશીયન સેક્રેટરી જીતુભાઈ  તેમજ મોરબી ફૂટબોલ એસોસિયેશનના કોચમુસ્તાક સુમરા કોચ સહિતનાએ ભારે જેહમત ઉઠાવી હતી






Latest News