મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦૦ જેટલી માતા વચ્ચે યોજાઇ નેસ્ટ મીરેકલ મોમ-૨૦૨૨ સ્પર્ધા


SHARE







મોરબીમાં ૧૦૦૦ જેટલી માતા વચ્ચે યોજાઇ નેસ્ટ મીરેકલ મોમ-૨૦૨૨ સ્પર્ધા

મોરબીના વાવડી ગામ પાસે આવેલ નેસ્ટ વિદ્યાલય દ્વારા નેસ્ટ મીરેકલ મોમ-૨૦૨૨ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં મોરબી શહેરમાંથી કુલ મળીને ૧૦૦૦ જેટલી માતાએ ભાગ લીધો હતો અને જુદા જુદા ચાર રાઉન્ડના અંતે ૧૦૦૦ માતાઓમાંથી ફાઈનલ ૧૦  માતાઓ બાકી રહી હતી જેના માટે ફાઇનલ રાઉન્ડનું નેક્સ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સ્પર્ધકોને ૧૦-૧૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના સાચા જવાબ તેમજ જયુરી તરીકે આ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા સાચા જવાબમાંથી મળેલ પોઇન્ટના આધારે ફાઇનલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમરેઠિયા બંસીબેન, બીજા ક્રમે કામાણી વૈભવીબેન અને ત્રીજા ક્રમે સાણંદિયા ભૂમિબેન વિજેતા બન્યા હતા અને આયોજકો તરફથી પ્રથમ ક્રમે વિજેતા બનેલ માતાને ૧.૦૧ લાખ, બીજા ક્રમે વિજેતા બનેલ માતાને ૫૧૦૦૦ અને ત્રીજા ક્રમે વિજેતા બનેલ માતાને ૨૫૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેની સાથોસાથ જુદી જુદી સંસ્થાઓ તરફથી પણ વિજેતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી અને નેસ્ટ વિદ્યાલય દ્વારા સતત બીજા વર્ષે કરવામાં આવેલ મીરેકલ મોમના આયોજનને મળેલ સફળતાને જોતાં વર્ષ ૨૦૨૩ ના ડિસેમ્બર મહિનામાં પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે






Latest News