મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે કેજી થી લઈને ધોરણ ૧૨ સુધીના બાળકો માટે જુદી જુદી રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રથમ ત્રણ વિજેતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સમાજમાંથી કુલ મળીને ૧૧ જેટલા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ તકે મોરબીમાં કપરા સમયે પણ લોકોને સચોટ માહિતી પહોચડતા પત્રકારોનું મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, આહીર સમાજના આગેવાન ચંદુભાઈ હુંબલ, જીવણભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી મયુરભાઈ ગજીયાએ આવેલા તમામ મહેમાનો સહિતના લોકોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના અંતે વિજયભાઈ કાનગઢ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે આહિર કર્મચારી મંડળ પરિવારના ૫૦૦ થી વધુ લોકો આવ્યા હતા આ સ્નેહમિલનના કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News