મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત, વેશભૂષા તથા ડાન્સ કોમ્પીટીશન યોજાઇ


SHARE







મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત, વેશભૂષા તથા ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરીક શકિતઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાથી ભવન મોરબી ખાતે રમત ગમત હરીફાઈ તથા વેશભુષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંગે વધુમાં પ્રમુખ સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૪૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ફોર્મ ભરેલ હતા તેમાંથી દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વીતીય તથા તૃતીય નંબર મેળવનાર ૪૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પપ૦ થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.કાર્યક્રમને સફળ બતાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઇ કોટેચા, સેક્રેટરી પરીમલભાઈ ઠકકર, પ્રોજેકટ ચેરમેન જયદીપભાઇ બારા, સહમંત્રી હાર્દિકભાઈ કાથરાણી, વિરેનભાઈ પૂજારા તથા રઘુવંશી યુવક મંડળના તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી






Latest News