મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંત્રી પી.એલ.ગોઠીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા અને રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંત્રી પી.એલ.ગોઠીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા અને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંડળના મંત્રી તરીકે છેલ્લા દશ વર્ષથી અવિરત સેવા આપતા કર્મઠ સ્વર્ગસ્થ પી.એલ. ગોઠીનું અવસાન થતાં એમના આત્માની શાંતિ અર્થે,આત્માના કલ્યાણાર્થે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલય રત્નકલા ખાતે પ્રાર્થના સભા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ઉપસ્થિત મંડળના પ્રમુખ પોપટભાઈ કગથરા  ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલા અગ્રણી ડો.સતિષભાઈ પટેલ તેમજ શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલા વગેરેએ પી.એલ.ગોઠીની કામગીરી એમની કાર્યપ્રણાલી એમની કર્તવ્યપ્રયાણતાને બિરદાવતા જણાવ્યું હતું કે પી.એલ.ગોઠીની વિદાય અસહ્ય છે,એમનો ખાલીપો પુરવો ખુબજ અઘરો છે,તેઓ સતર વર્ષે જે ઉત્સાહથી કામ કરતા હતા એજ ઉત્સાહથી સિત્તેર વર્ષે પણ કામ કરતા હતા પરમકૃપાળુ પરમાત્મા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અને સામર્થ્ય અર્પે એવી પ્રાર્થના કરી હતી આ તકે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોપટભાઈ ગોઠીને શ્રધાંજલિ પાઠવી હતી.






Latest News