મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ

આપણે જાણીયે છીએ કે દિવસે ને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના અમુક યુવા નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. તો આ વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતુ અને તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું હતુ તથા તુલસીની આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજ્યું અને સમાજને ભારતીય સંસ્કુતિ અનુસરવા અને ફેલાવો કરવા સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓ માટે તુલસી ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતુ જેમાં ધો.5 થી 9 ના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અને તુલસી ઉપર 20 મિનિટમાં 20 માર્કસનો નિબંધ લખ્યો હતો અને પ્રોત્સાહનના ભાગ રૂપે દરેક ધોરણ મુજબ વિદ્યાર્થીઓને પ્રથમ પાંચ નંબર આપી સન્માનવામાં આવ્યા હતા. આ તકે નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૂપરવાઇજર દ્વારા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા






Latest News