મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા મીયાણામાં જૂની રેલવે ફાટક પાસે કારમાં 228 બોટલ દારૂ સાથે બે ઝડપાયા


SHARE











માળીયા મીયાણામાં જૂની રેલવે ફાટક પાસેથી માળીયા જામનગર રોડ ઉપર સ્વીફટ કાર પસાર થતી હતી તે કારને રોકીને પોલીસે ચેક કરતા કારમાંથી દારૂની 228 બોટલ મળી આવી હતી જેથી કરીને 68,400 ની કિંમતનો દારૂનો જથ્થો અને બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2,68,400 ના મુદ્દામાલ સાથે બે શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા જામનગર હાઇવે ઉપર આવેલ માળિયા મીયાણાની જૂની રેલવે ફાટક પાસેથી સ્વીફટ કાર નંબર જીજે 12 સીપી 7043 પસાર થતી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી 228 બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે 68,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 2,00,000 ની કિંમતની સ્વીફ્ટ કાર આમ કુલ મળીને 2,68,400 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં મહેબૂબભાઈ સુલેમાનભાઈ સુમરા જાતે સંધિ (ઉંમર 28) રહે નવલખી રોડ રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાછળ મોરબી તેમજ સાગરભાઇ કાંતિલાલ પલાણ જાતે લોહાણા (ઉંમર 30) રહે નવલખી રોડ સેંટ મેરી સ્કૂલની પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો કારમાં દારૂનો જથ્થો ક્યાંથી ભરીને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દેશી દારૂ સાથે બે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા ગામના ઝાપા પાસેથી સ્કૂટર લઈને બે શખ્સો પસાર થઈ રહ્યા હતા જેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસે રહેલ કોથળામાંથી 50 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 1000 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 25000 રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 26,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ચિરાગભાઈ મોહનભાઈ પરમાર (22) રહે વીરપર અને સંજયપરી મનસુખપરી ગોસ્વામી (42) રહે સનાળા વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોને દારૂનો જથ્થો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા મનોજભાઈ બાબુભાઈ કુંઢીયાએ આપ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News