તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર લૂંટના ઇરાદે યુવાન ઉપર અજાણ્યા લોકોનો હુમલો : યુવાન સારવારમાં


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર લૂંટના ઇરાદે યુવાન ઉપર અજાણ્યા લોકોનો હુમલો : યુવાન સારવારમાં

મોરબી પંથકમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટના બનાવોએ માઝા મૂકી છે. દરમિયાનમાં મોટી માત્રામાં દેશી-વિદેશી દારૂ પણ પકડાય છે માટે જિલ્લામાં સઘન પોલીસ કાર્યવાહીની લોકોમાંથી માંગ ઉઠી રહી છે. દરમ્યાનમાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર તાલુકાની હદમાં આવેલ સરતાનપર ગામે એમસર સિરામિક નામના કારખાના પાછળના ભાગે જાજરૂ માટે ગયેલ મજુર યુવાનને લૂંટના ઇરાદે નિશાન બનાવીને અજાણ્યા બે ઈસમો દ્વારા પત્થર વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનના મોબાઇલ તેમજ રોકડની લુંટ ચલાવવામાં આવી હતી.જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સીરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો મૂળ ઓડીસાનો રમાકાંત સ્વબંધુ નાયક નામનો ૨૫ વર્ષનો મજૂર યુવાન ગત તા.૨૨-૧૨ ના સાંજના સાડા સાતેક વાગ્યાના સમયે એમસર સીરામીકના પાછળના ભાગે જાજરૂ માટે ગયો હતો ત્યારે બે અજાણ્યા લુંટારૂઓએ લૂંટના ઇરાદે તેને માર માર્યો હોય ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.બનાવ સમયે ઇજાગ્રસ્ત રમાકાંતનો મિત્ર નિત્યાનંદ અરુણકુમાર પત્રા તેને સારવાર માટે લઈ ગયો હતો.તેની પાસેથી મળતી વિગતો મુજબ રમાકાંત જે તે દિવસે જાજરૂ જવા માટે કારખાનાની પાછળના ભાગે ગયો હતો ત્યારે બે અજાણ્યા ઇસમો તેની પાસે આવ્યા હતા અને પથ્થર વડે રમાકાંતને માર મારી રમાકાંત પાસેથી મોબાઇલ અને પૈસા લૂંટીને ભાગી ગયા હતા.

અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના જેતપર ગામે પણ ત્રણેક મકાનના તાળા તૂટ્યા હતા જેમાં પણ ફરિયાદ ન નોંધાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.તેમજ આગલા દિવસે રાત્રિ દરમિયાન મોરબીના એસપી રોડ ઉપર આવેલ પાન અને કરિયાણાની દુકાનમાં પણ બીજી વખત તાળા તોડીને ટીવી સહિતની વસ્તુઓની ચોરી કરી જવામાં આવી છે જે અંગે પણ ફરિયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવા છતાં હાલ સુધી ચોરીની ફરિયાદ નોંધાવા પામી ન હોય પોલીસે તે બાબતમાં પણ રાહતનો શ્વાસ લીધો છે.જોકે આ રીતે ગુનાઓને 'બર્કિંગ' કરવાના બદલે નાઇટ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તો લોકોના માલ-મિલ્કતની રક્ષા થાય તેવી પ્રબુધ્ધ નાગરિકોમાંથી રાવ ઉઠી રહી છે.

યુવાનનું મોત

મોરબીના વિસીપરા પાસે રોહીદાસપરા નજીક આવેલ ભીમરાવ સોસાયટીમાં રહેતા અમૃતભાઈ શામજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષેનો યુવાન તા.૨૨-૧૨ ના રાત્રીના સૂતો હતો દરમિયાન તે ઉઠ્યો ન હોય તેને બેભાન હાલતમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.અહીં જોઈ તપાસીને ફરજ પરના તબીબે અમૃતભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરતા બીટ વિસ્તારના જમાદાર હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના રોહીદાસપરા શેરી નંબર-૩ માં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા મોહનભાઈ કેશુભાઈ નામના ૬૦ વર્ષે વૃદ્ધને ઇજાઓ પહોંચતા સિવિલે ખસેડાયા હતા.






Latest News