મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે બનાવોમાં વૃદ્ધ અને યુવાનનું મોત


SHARE











મોરબીમાં જુદાજુદા બે બનાવોમાં વૃદ્ધ અને યુવાનનું મોત

મોરબીમાં બે જુદાજુદા બનાવોમાં એક વૃદ્ધ તેમજ એક મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા પોપટભાઈ લક્ષ્મણભાઈ ગોઠી જાતે પટેલ નામના ૬૯ વર્ષીય આધેડ તેઓના ઘેર હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેઓનું મોત નીપજયુુ હતું.મૃતક પોપટભાઈ ગોઠી સેવાભાવી સંસ્થામાં જોડાયેલા હતા અને સેવાભાવી પ્રવૃત્તિ કરતા હતા દરમિયાનમાં તેમના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મહારાજ પાતીરામ આદિવાસી નામના ૩૪ વર્ષના યુવાનને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેને આજે સવારના સમયે બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે મહારાજભાઈ આદિવાસી નામના મજૂર યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર ૨૦ માં રહેતો વિશાલ ભાણજીભાઈ પરમાર નામનો ૧૪ વર્ષનો સગીર વયનો બાળક સાયકલ લઈને મોરબીના શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલની સામે રોડ ઉપર અજાણ્યા બાઇક ચાલકે તેની સાઇકલને હડફેટે લેતા ઇજાઓ થતા વિશાલ પરમારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ પર રહેતા સલીમ યાસીનભાઈ લબાડીયા નામના ૩૧ વર્ષીય યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેને પગલે તાલુકા પોલીસના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News