મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડાન્સ કોમ્પિટિશન ૮ મી જાન્યુઆરીએ યોજાશે


SHARE







મોરબી ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડાન્સ કોમ્પિટિશન ૮ મી જાન્યુઆરીએ યોજાશે

મોરબીમાં કાર્યરત ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ રામભાઈ મહેતા તેમજ લાલજીભાઈ મહેતા દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે કે અગાઉ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તે સમયે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન મૂલ્તવી રાખવામાં આવી હતી. જોકે હવે સર્વે સ્પર્ધકો અને મોરબીની કલાપ્રેમી જનતાને આ યાદી થકી જાહેર કરવામાં આવે છે કે, ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સ્પર્ધા માટે તૈયાર રહેવું.આગામી તા.૮ મી જાન્યુઆરીને રવિવારે ઓપન ગુજરાત કોમ્પિટિશન યોજનાર છે જે તા.૮-૧-૨૩ ના સવારના ૧૦ વાગ્યાથી કોમ્પિટિશન નિયત સ્થળ દશાશ્રીમાળી વણિક ભોજનશાળા, બેન્ક ઓફ બરોડાની સામે જુના બસ સ્ટેશન પાસે મોરબી ખાતે યોજાશે. ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ગુજરાતભરના કલાકારો અને ખાસ કરીને બાળકોને સ્ટેજ મળી રહે તે માટે આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે.જેમાં ગુજરાતી ફિલ્મના નામી કલાકારો અને ડાન્સ ડિરેક્ટરો સહિતનાઓ જજ તરીકે હાજર રહી બાળકોની કલા નિહાળે છે અને સંસ્થા દ્વારા બાળકોને વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે






Latest News