ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હેલ્ધી બેબી કોમપિટિશન નું અનોખું અને ધમાકેદાર આયોજન, આકર્ષક ઇનામોની વણઝાર


SHARE











મોરબીમાં હેલ્ધી બેબી કોમપિટિશન નું અનોખું અને ધમાકેદાર આયોજન, આકર્ષક ઇનામોની વણઝાર

નવા વર્ષના મંગલ પ્રભાતે મોરબીમાં સૌ પ્રથમ વખત નાના બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ ઉપરાંત એસોસિએશન ઓફ પિડીયાટ્રીશયનના સંયુક્ત પણે ધમાકેદાર આયોજન ઓપન મોરબી હેલ્થી બેબી કોન્ટેસ્ટ- ૨૦૨૩ આ કોન્ટેસ્ટમાં દોઢ થી ત્રણ વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. નાના બાળકનાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને લઈને તેને પ્રોત્સાહિત કરવા ઉપરાંત જાગૃત માતા પિતા માટે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ સ્કૂલ ૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આયોજન કરેલ છે હેલ્ધી બેબી કોન્ટેસ્ટ-૨૦૨૩ જેમાં બેસ્ટ હેલ્થી બેબી, બેસ્ટ ડ્રેસ બેબી, બેસ્ટ ફોટોજેનીક બેબી અને સુપર મોમ એન્ડ ડેડ આવી ૪ અલગ અલગ કેટેગરી ભાગ લેનારાઓ માટે રાખવામાં આવી છે જેમાં દરેક કેટેગરીના બેસ્ટ ત્રણ વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકને એક સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે.આ કોન્ટેસ્ટ માટે આપ રજીસ્ટ્રેશન ફોન પર કરાવી શકો છો.તો તમે રાહ કોની જુઓ છો આજે જ તમારા નાના ભૂલકા માટે કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે મોબાઇલ નંબર ૭૫૬૭૫ ૦૪૩૦૦, ૭૫૬૭૫ ૭૭૦૦૦, ૯૭૨૭૯ ૪૭૪૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેશભૂષા પ્રતિયોગીતાનું આયોજન

મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આગામી ૨૭ મી ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવેલ છે.ઇન્ડિયન લાયોનેસ ક્લબ શહેરીજનો માટે બેમિશાલ પ્રતિયોગિતા લઇને આવેલ છે જેમાં સૌનો આપણી સંસ્કૃતિથી જોડાઈને સંસ્કૃતિને લગતી વેશભૂષા અને તેના વિશે વક્તવ્ય રજુ કરવાની તક પ્રાપ્ત થશે. પ્રતિયોગિતામાં માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગમે તે વેશભૂષા અને ૩ મિનિટનું વક્તવ્ય રાખવામાં આવેલ છે. જેમા કોઈપણ રાજ્યની વેશભૂષા અને વક્તવ્ય, કોઈ પણ દેવી દેવતાની વેશભૂષા અને વક્તવ્ય.તેમાં પાંચથી દસ વર્ષના બાળકો માટે ગ્રુપ એ તેમજ ૧૧ વર્ષથી મોટા બાળકો માટે ગ્રુપ બી એમ બે ગ્રુપ રાખવામાં આવ્યા છે આગામી તારીખ ૨૭ ડિસેમ્બરના રોજ અહીંના જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે બપોરના ત્રણ કલાકે આ સ્પર્ધા યોજાશે અને તેમાં એન્ટ્રી નોંધાવવા માટે તારીખ ૨૫ ડિસેમ્બર સુધીમાં નામ નોંધાવવાના રહેશે.વધુ માહિતી મેળવવા અને એન્ટ્રી લખાવવા શોભનાબા ઝાલા (99793 29837), પ્રીતિબેન દેસાઈ (93289 70499), નયનાબેન બારા (85305 31830), મયુરીબેન કોટેચા (92759 51954), પ્રફુલલાબેન સોની (99257 26671), પૂનમબેન હિરાણી (99795 74149) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News