જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરમાં ગાળો બોલતા બાળકોને ટપાર્યા બાદ ગરાસીયા વૃદ્ધના ઘર-કારમાં તોડફોડ કરનાર સાતની ધરપકડ


SHARE











મોરબીમાં મંદિરમાં ગાળો બોલતા બાળકોને ટપાર્યા બાદ ગરાસીયા વૃદ્ધના ઘર-કારમાં તોડફોડ કરનાર સાતની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ગરાસીયા વૃદ્ધના ઘર ઉપર હુમલો કરીને ઘરની બારીના કાચ તેમજ ઘર પાસે પડેલ કારના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી.જેની ફરીયાદ નોંધાતા હાલમાં પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવમાં સાત હુમલાખોરોની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન વ્યતિત કરતા વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા જાતે દરબાર નામના ૬૧ વર્ષના વૃદ્ધે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુસબ હબીબ જામ, વલીમામદ હબીબ જામ તથા તેઓની સાથે આવેલા છ અજાણ્યા ઇસમો રહે. બધા વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાઓ સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે અગાઉ તેઓએ સામાવાળાઓના છોકરા કે જેઓ મંદિરમાં જેમ તેમ ગાળો બોલતા હોય તે બાળકોને મંદિરમાં ગાળો બોલવાની ના પાડી હતી અને મંદિરમાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. તે વાતનો રોષ રાખીને તેઓના ઘરની બહાર પડેલ તેઓની કારના કાચ ફોડી નાંખ્યા હતા તેમજ તેઓના ઘરની બારીના કાચમાં છૂટા પથ્થરોના ઘા કરીને બારીના કાચ પણ તોડ્યા હતા.મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મંદિરમાં ગાળો બોલતા બાળકોને દૂર જવા ગરાસીયા વૃદ્ધે કહ્યું હતું તેને લઈને વૃદ્ધના ઘર ઉપર તેમજ કાર ઉપર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી અને ધમકીઓ આપવામાં આવી હતી તે ગુનામાં હાલમાં બી ડિવિઝન પીએસઆઇ જે.એલ. ઝાલા તથા રાઇટર સંજયભાઈ લકુમ દ્વારા હુમલો કરનાર જુસબ હબીબ જામ જાતે મિંયાણા (૩૬) રહે.ઉમાટાઉનશીપ સામે પંચમુખી બનુમાન મંદિર પાસે વેજીટેબલ રોડ મોરબી-૨, વલીમામદ હબીબ જામ જાતે મિંયાણા (૪૦) રહે ઉમા ટાઉનશિપ સામે વેજીટેબલ રોડ, ચિરાગ જેસંગ ચૌહાણ જાતે કોળી (૨૨) રહે.પંચમુખી હનુમાન મંદિર પાસે વેજીટેબલ રોડ, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા (૩૮) રહે. ન્યુ પેલેસ ક્વાર્ટર મોરબી-૨, પ્રભુ બાબુ સુરેલા જાતે કોળી (૩૫) રહે. ભીમસર ઉમા ટાઉનશીપ સામે, જગદીશ ગોગા ઠાકોર જાતે કોળી (૨૮) રહે.ગાંધીધામ કાર્ગો એકતાનગર કચ્છ હાલ રહે. ધરમપુર તાલુકો જીલ્લો મોરબી અને મેરૂ જેસંગ ચૌહાણ જાતે ભીલ રહે. વેજીટેબલ રોડ પંચમુખી હનુમાન મંદિર પાસે વાળાઓની ઉપરોક્ત મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અજીત રાજેશભાઈ ડાવેરા નામનો ૧૫ વર્ષનો બાળક બાઇકમાં બેસીને પોતાના ઘરેથી પોતાના મામાના ઘરે મોરબી તરફ આવવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ચાચાપર અને રાજપરની વચ્ચે આવેલ શિવા પોલિપેક પાસે અજાણ્યા બાઈક સાથે બાઈક અથડાતા બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ અજીત ડાવેરાને સારવાર માટે મોરબીની હેમલ પટેલ હોસ્પિટલે ખસેડાયો હોય તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરાપુર પાસે આવેલ ગવાડી વિસ્તારનો રહેવાસી અને હાલ મોરબી રહેતો બહાદુરસિંહ ખનારસિંહ નામનો 37 વર્ષનો યુવાન મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર અંજલિ કોલ કોર્પોરેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેના વાહન અડે જનાવર ઉતરતા વાહન સ્લીપ મારી ગયું હતું જેથી ઇજાગ્રત થયેલા બહાદુરસિંહને સારવારમાં ખસેડાયો હતો






Latest News