મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તળાવ જુગાર રમતા આઠ જુગારી ૮૩૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના રવાપર ગામે તળાવ જુગાર રમતા આઠ જુગારી ૮૩૨૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી નજીકના રવાપર ગામના તળાવ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૩૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે તળાવની બાજુમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લખમણભાઇ વાઘજીભાઇ માકાસણા જાતે પટેલ (૬૪) રહે. રવાપર હનુમાનજી મંદીર પાસે કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૪, મગનભાઇ ડાયાભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (૭૦) રહે. રવાપર ગોકુલનગર બ્લોક નં.૨૬, નરભેરામભાઇ આંબાભાઇ કામરીયા જાતે પટેલ (૬૪) રહે. રવાપર રામસેતુ સોસાયટી સંકલ્પ ગોલ્ડ બ્લોક નં.૪૦૧, મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા જાતે પટેલ (૬૦) રહે. રવાપર હનુમાનજી મંદીર પાછળ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૩, કાંતીભાઇ જેરામભાઇ લો જાતે પટેલ (૬૦) રહે. રવાપર ઓમસાંઇ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૩, નટવરલાલ દેવજીભાઇ ઉનાલીયા જાતે પટેલ (૬૬) રહે. ખાખરેચી પારજીયા શેરી તાલુકો માળીયા(મી), મનજીભાઇ તેજાભાઇ કામરીયા જાતે પટેલ (૭૦) રહે. રવાપર ધુનડા રોડ ક્રિષ્ના હાઇસ્કુલ કલ્યાણ એપાર્મમેન્ટ બીજા માળે અને વિજયભાઇ કાનજીભાઇ ડાંગર જાતે બોરીચા (૩૭) રહે. રવાપર રોડ હનુમાનજી મંદીર પાસે વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૩૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના નસીતપર ગામે નવા પ્લોટ વૃંદાવન ચોકની બાજુમાં રહેતા અમિતભાઈ શામજીભાઈ અંદરપા જાતે પટેલ (૩૨) એ ઇકો કાર નં જીજે ૩૬ એએફ ૨૪૦૧  ના ચાલક સામે મોરબી સીટી એડમિશન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે મોરબીના રાજપર રોડ ઉપર સહજાનંદ પ્લોટિંગ પાસેથી તેઓ પોતાનું બાઈક લઈને પસાર થતા હતા ત્યારે ઇકો કારના ચાલકે પાછળથી તેના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અમિતભાઈને પાંસળી અને મણકાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ છે અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી ભોગ બનેલા અમિતભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News