મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં લોડરની હડફેટે લઈને સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવનાર પકડાયો


SHARE











મોરબીના સિરામિક યુનિટમાં લોડરની હડફેટે લઈને સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવનાર પકડાયો

મોરબીના સામાકાંઠે આવેલા જુના ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સિરામિકમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં ચાલતા લોડરના ચાલકે કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને હડફેટે લીધો હતો તેથી તેનુ મોત નિપજયુ હતું હાલમાં પોલીસે લોડરના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મોરબીના ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સીરામીકમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવાંશુ રામપાલસિંહ યાદવ નામનો ૧૯ વર્ષનો યુવાન કારખાનાની અંદર લોડરની હડફેટે ચડી જતા માથા, કાન અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી જેતે સમયે તેનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ.જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ કેશવ રામપાલ યાદવ જાતે આહીર (૨૩) રહે. મૂળ યુપી હાલ સિમ્પોલો સિરામિક મોરબી-૨ વાળાએ ફરિયાદ નોંધાવેલ હોય પોલીસે લોડર નંબર જીજે ૧૩ એડી ૧૦૪૬ ના ચાલક પ્રેમસિંહ રાજુભાઈ કનીજા જાતે આદિવાસી (ઉમર ૨૨) રહે. મૂળ મધ્યપ્રદેશ હાલ રહે. સંજય પટેલની વાડીએ નવા ઘાંટીલા તા.હળવદ જી.મોરબીની તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજમેરી દ્રારા ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

મોરબીમાં ભારે મોટી માત્રામાં ખનીજ પરિવહન અને ખનીજ ચોરી થાય છે ત્યારે સમયાંતરે એકલદોકલ કેસ કરવામાં આવતા હોય છે તે રીતે મોરબીમાં ખાણ ખનીજ સુપરવાઇઝર એમ.આર.ગોજીયા સહિતના સ્ટાફે ગત તા.૧૬-૧૨ ના બપોરના બે વાગ્યાના અરસામાં ગાળા ગામના પાટીયા પાસેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીઝેડ ૯૯૪૪ ને આશરે ૩૪ ટન ચાઇના કલે ભરેલ પકડ્યું હતું અને ૧૫ લાખના મુદ્દામાલને જપ્ત કર્યો હતો જે તે સમયે નવીન બચુ કોળી રહે.ભુટકીયા રાપર (કચ્છ) ને પકડીને વાહન સીઝ કરવામાં આવ્યું હતું અને દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી હતી.જ્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા દ્વારા પીપળી રોડ ઉપરથી બિન અધિકૃત ખનીજ વહન કરતાં વાહન નંબર જીજે ૧૩ એએકસ ૭૨૪૧ સાથે અલ્પેશ વાટુકિયા રહે.લુણસર તા.વાંકાનેરને પણ તા.૧૬-૧૨ ના રાત્રિના ૧૧ વાગ્યે પકડીને વાહન જપ્ત કરવામાં આવ્યુ હતુ અને દંડ વસુલવાની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવી હતી જોકે ગાંધીનગર કક્ષાએથી સમયાંતરે ફ્લાઈંગ સ્કવોડ દ્વારા મોરબીના વિવિધ  વિસ્તારોની વિઝિટ કરવામાં આવે તો ચોક્કસ સરકારી તિજોરીમાં વધુ રેવન્યુ જમા થાય તેમ છે






Latest News