હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સીએમની શપથવિધિમાંથી મોરબી પરત આવતી કાર ઉપર સુંદરગઢ ગામ પાસે લૂંટના ઇરાદે પથ્થરમારો ?


SHARE











સીએમની શપથવિધિમાંથી મોરબી પરત આવતી કાર ઉપર સુંદરગઢ ગામ પાસે લૂંટના ઇરાદે પથ્થરમારો ?

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ સુંદરગઢ ગામ પાસેથી પસાર થતી જુદીજુદી કાર ઉપર અજાણ્ય શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી જો કે, પાછા આવીને ત્યાં કાર ઊભી રાખીને જોયું તો અજાણ્યા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા અને એક કરતાં વધુ કાર ઉપર આવી રીતે પાંચથી વધુ શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જોકે લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે પરંતુ આ બનાવ સંદર્ભે હજુ સુધી પોલીસને કોઈ માહિતી નથી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે આજે વધુ એક વખત ભુપેન્દ્રભાઈ પટેલની શપથવિધિ હતી ત્યારે મોરબીથી ઘણા બધા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ શપથવિધિમાં હાજરી આપવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજે ભાજપના આગેવાનો પોતાના વાહનો લઈને મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન હળવદથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર સુંદરગઢ ગામના પાટીયા પાસેથી પસાર થતી કાર ઉપર અંધારામાં ઉભેલા પાંચેક શખ્સો દ્વારા છૂટા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા જેથી કરીને કારના કાચને પણ નુકસાન થયું હતું અને કાચ ફૂટી ગયો હતો

આવી જ રીતે અન્ય વ્યક્તિઓની કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે કાર ચાલકોએ તેઓની કાર ઉપર પથ્થરમારો થયો હોવા છતાં પણ ત્યાં અંધારામાં કારને ઉભી રાખી ન હતી અને આગળ જઈને કાર ઉભી રાખી ત્યારે અન્ય કાર ચાલકોએ ત્યાં પોતાની કાર ઉભી રાખીને કહ્યું હતું કે તેમની કાર ઉપર પણ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે જેથી કરીને જે કારના કાચ ફૂટ્યા હતા તે કારચાલક પોતાની કાર લઈને ફરી પાછા ત્યાં ગયા હતા જોકે ઘટના સ્થળ ઉપર પથ્થરમારો કરનારા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા

જોકે કયા કારણોસર અજાણ્ય  શખ્સો દ્વારા કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને રાત્રીના લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં લૂંટના ઇરાદે આ રીતે હુમલો કરવામાં આવે તો લોકોની સલામતી સામે પણ સવાલો ઊભા થાય તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં શિયાળાનો સમય હોય વહેલા અંધારું થઈ જતું હોય રાત્રિના સમતે લૂંટ, ચોરી જેવી ઘટનાઓ ન બને તે માટે થઈને હાઇવે ટ્રાફિક પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લાગણી વાહન ચાલકોએ વ્યક્ત કરી હતી






Latest News