મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી  બરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું


SHARE







માળિયા (મી)ના મોટી  બરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા અનેક સેવાકીય કામ કરવામાં આવે છે તેવી જ રીતે માળિયા તાલુકાના મોટી  બરાર મુકામે આવેલી મોડેલ સ્કુલમાં અભ્યાસ કરતા ૨૨૪ વિદ્યાર્થીઓ માટે  ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું હતું આ તકે દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરવામાં આવેલ છે. અને તમામ દાતાઓનો  શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા રાહતદરે દવાખાનું, દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો, દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ પોતાના વક્તવ્યમાં તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બી.એન. વિડજાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News