મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦, ૮૦ વર્ષથી ઉપરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે


SHARE







મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦, ૮૦ વર્ષથી ઉપરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે

મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો તથા કુલ ૧૩,૨૫૦ મતદારો ૮૦ વર્ષ ઉપરની ઉમરના  સિનિયર  સિટીઝન્સ છે. આ તમામ મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશી દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓની સાથી આ તમામ મતદારો પાસેથી સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ PWD નોડલ અધિકારીશ્રી દ્વારા માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવશે. વિધાનસભાની બઠક મુજબ એક-એક "દિવ્યાંગ સહાયક વાહન",  ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ ઉપલબ્ધ રહેશે. વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવાશે. ઉપરાંત ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેર ખાતેના દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથપર પણ વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે.






Latest News