મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકને અંકે કરવા ભાજપનું માઈક્રોપ્લાનિગ: સી.આર.પાટિલની હાજરી બેઠક યોજાઇ


SHARE











મોરબી જીલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકને અંકે કરવા ભાજપનું માઈક્રોપ્લાનિગ: સી.આર.પાટિલની હાજરી બેઠક યોજાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ભાજપ કોઈ પણ સીટ ઉપર રિસ્ક લેવા માંગતો નથી જેથી કરીને માઈક્રોપ્લાનિગ કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આજે મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા પણ તેની સાથે હતા અને લાલપર પાસે આવેલ હોટલમાં ભાજપના ઉમેદવાર કે પછી જે તે બેઠકના ઇન્ચાર્જની હાજરીમાં સમિક્ષા બેઠક રાખવામા આવી હતી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને તેની સાથે પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા હેલિકોપ્ટર લઈને મોરબી આવ્યા હતા અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડના હેલિપેડ ખાતે હેલિકોપ્ટર ઉતર્યું હતું. અને ત્યાર બાદ લાલપર પાસે આવેલ હોટલમાં મોરબી જિલ્લાના ત્રણેય ઉમેદવારો અથવા તો તે સીટના ઇન્ચાર્જ સાથે ખાનગી બેઠક રાખવામા આવી હતી ત્યારે ટંકારા બેઠકના ઇન્ચાર્જ સાંસદ મોહન કુંડારિયા, મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર બેઠકના ઇન્ચાર્જ હિરેનભાઇ પારેખ તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા હાજર રહ્યા હતા અને ચૂંટણીને લઈને કરવામાં આવેલ માઈક્રોપ્લાનિગની સમિક્ષા કરવામાં આવી હતી અને અંદાજે અડધા કલાકની ખાનગી મિટિંગ કરીને સી.આર.પાટિલ મોરબીથી સુરેન્દ્રનગર તરફ રવાના થયા હતા આ તકે પાલિકાના ચૂંટાયેલા સભ્યો, યુવા ભાજપના આગેવાનો તેમજ ભાજપના અન્ય આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા 






Latest News