મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

ધાંગધ્રા-હળવદ બેઠકના હરીફ ઉમેદવારની હોમ પિચ ચૂલીમાં પ્રકાશભાઈ વરમોરાનું બેટિંગ: મતની સટાસટી બોલાવવા મતદારોનું વચન


SHARE











ધાંગધ્રા-હળવદ બેઠકના હરીફ ઉમેદવારની હોમ પિચ ચૂલીમાં પ્રકાશભાઈ વરમોરાનું બેટિંગ: મતની સટાસટી બોલાવવા મતદારોનું વચન

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ત્યારે ગામો ગામ તેમણે લોકો તરફથી અભૂતપૂર્વક આવકાર મળી રહ્યો છે આટલું જ નહીં પરંતુ હરીફ ઉમેદવારની હોમ પિચ એવા તેના ગામમાં પ્રકાશભાઈ વરમોરા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યારે ગામના લોકો દ્વારા તેનું ભવ્યાતિભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું અને ભાજપની ડબલ એન્જિનની સરકારના વિકાસને મહોર મારવાનું વચન હરીફ ઉમેદવારના ગામના મતદારો સહિત ગામે ગામ મતદારો આપી રહ્યા છે જેથી કરીને ન માત્ર ધાંગધ્રા-હળવદ વિધાનસભા પરંતુ ગુજરાતમાં નવા રેકોડ સાથે ભાજપ  સરકાર આવશે તેવો વિશ્વાસ પ્રકાશભાઈ વરમોરાએ વ્યક્ત કરેલ છે

ધાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયાના ગામમાં જનસંપર્ક માટે પહોચ્યા હતા ત્યારે હરીફ ઉમેદવારના પોતાના જ ચુલી ગામમાં જ ભાજપ ઉમેદવારનો ભવ્યાતિભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો અને લોકોએ હર્ષ ભેર પ્રકાશભાઈ વરમોરાને આવકાર્ય હતા અને ચૂંટણીનું વિજય તિલક અત્યારથી જ ગામના લોકો દ્વારા કરી દેવામાં આવ્યું હતું

હાલમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ગામો ગામ પ્રકાશભાઈને આવકાર મળે છે તે જોતાં ચોક્કસ એટલું કહી શકાય તેમ છે કે, ગુજરાતની પ્રજા પણ વિકાસની રાજનીતિને આવકારવા માટે તત્પર છે. અને ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે ડબલ એન્જીન સરકારે કરેલા વિકાસ કાર્યોને મતદારો આવકારી રહ્યા છે ત્યારે પ્રકાશભાઈ વરમોરાએ પણ તેના મત વિસ્તારમાં ભાજપ સરકારની જન કલ્યાણકારી યોજનાઓ આગમી દિવસોમાં લોકોના ઘરે-ઘરે સુધી પહોંચીને લોકોની સુવિધામાં વધારો કરવા માટે સંકલ્પ કરેલ છે

જો ધાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપના હરીફ ઉમેદવારના ગામમાં લોકોનો અભૂતપૂર્વ આવકાર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને મળતો હોય તો સો ટકા આ ચૂંટણીનું પરિણામ લોકોની કલ્પનાથી પણ વધુ સારું આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને રાજ્યમાં નાગરિકો ડબલ એન્જિનની સરકાર નવા રેકોર્ડ સાથે બનાવશે તેવો વિશ્વાસ પ્રકાશભાઈ વરમોરાએ વ્યક્ત કરેલ છે






Latest News